MyTankaria...Bringing Community Closer
Sign Guestbook   Back to MyTankaria

NameTankarvi
Date2009-06-26
Locationclick picture for more information
Messageપાણી ઉકાળો

ડોકટર : બાળકને પાણી આપતાં પહેલાં ઉકાળી લો.
રીટા : પણ ડોકટર ઉકાળવાથી બાળક મરી નહીં જાય?
ડોકટર : અરે, હું બાળકને ઉકાળવાની નહીં પણ પાણીને ઉકાળવાની વાત કરું છું.

કામ ના થયું

પતિ-પત્નીમાં ઝઘડો થયો. પતિએ આત્મહત્યાનો વિચાર કરી બજારમાંથી ઝેર લાવીને ખાઇ લીધું. તે મર્યોનહીં પરંતુ માંદો પડી ગયો.
પત્ની : સો વખત કહ્યું છે કે વસ્તુ જોઇને લાવો. આમાં તો પૈસા પણ ગયા અને જે કામ માટે લાવ્યા’તા એ પણ ના થયું.

પાર્ટીવેર બનિયાન

મોહન બનિયાનની ખરીદી કરવા માટે દુકાનમાં ગયો.
મોહન : આ બનિયાન કેટલાની છે?
દુકાનદાર : ત્રણસો રૂપિયાની.
મોહન : અરે ભાઇ ડેઇલીવેર દેખાડો, પાર્ટીવેર નહીં.


NameIQBAL GULAM BHUTA
Date2009-06-24
Locationclick picture for more information
Messageખુદ સમંદર

ખુદ સમંદર ઉડીને નદીને મળે,
કાર્ય એવું ઉપાડી લીધું વાદળે.

ફૂલને એણે કરમાવાં દીધાં નહીં,
સૂર્યનો તાપ શોષી લીધો ઝાકળે.

સિંધુ બનવાની એની તરસ જોઈને,
રણને છલકાવી દેવું પડયું મૃગજળે.

ચાંદ તો છે પ્રથમથી જ ચહેરા ઉપર,
તારલા પણ હશે આંખના કાજળે.

ક્યાંક રસ્તે ભટકવા ન નીકળી પડે,
એટલે ઘરને બાંધી દીધાં સાંકળે.

જે હ્રદયના હિમાલયથી ઉતરી પડી,
એ ગઝલગંગા ઝીલી લીધી કાગળે.

દાટી દીધાં કબરમાં જે બેફામને
એ કયામત થતાં જીવતાં નીકળે.

– બરકત વીરાણી ‘બેફામ’


NameIQBAL GULAM BHUTA
Date2009-06-22
Locationclick picture for more information
Messageહાઇકૂ

ઘડિયાલ આ
કાં થયો જિંદગાની
તારી ને મારી.

ફૂલ - પાંખડી
રંગ - રંગી, ને ભ્રમે
કાળો ભ્રમર !

સટ્ટાખોરોની,
હરીફાઈ જામી છે
પ્રભુ ભક્તિ માં .

વિત્યાં ચાલીશ
સો, આંબવાની દોટ ?
અરે તુ થોભ !

કડવા વેણ-
લાગે કારમી ચોટ,
અરે તુ થોભ !

પૈસો-પાગલ,
પાગલપન છોડ,
અરે તુ થોભ !

પાપનો દલ્લો,
સદા પૂણ્યની ખોટ,
અરે તુ થોભ !

છેવટ જાણે!
તોયે દિલમાં લોભ,
અરે તુ થોભ !

જડ પાષાણે,
ના તું ઈશ્વર ગોત!
અરે તુ થોભ !

લાચાર જીવ-
નાં, તું દુખડા તોડ
અરે તુ થોભ !

જીંદગી ખોટી,
છે સાચ્ચું એક મોત..
અરે તુ થોભ !!!!!!!!!!!


NameIQBAL GULAM BHUTA
Date2009-06-22
Locationclick picture for more information
Messageવધુ આવ્તા અંકે...


NameAnwar Khandhia
Date2009-06-21
Locationclick picture for more information
MessageThanks for quick response, as I always say....
Tu Si Great Iqbal Paaji....


NameIQBAL GULAM BHUTA
Date2009-06-21
Locationclick picture for more information
Messageહાઈકુ
“પારકા પાસે
ભાગીયે તો પોતાનુ
છુટી જાય છે”

બધી વાતોનાં
સરવૈયાં? જિંદગી
ગણિત નથી!

માદક પ્રેમ,
એથી માદક પ્રેમી,
એથી વધું શું?

ઘડિયાળની
ટીક ટીકમાં
છુપાઈને મરકે!,
કેવો દોડાવે
સૌને સમય!
***
ભૂત, ભવિષ્ય,
વર્તમાનનાં
સુંદર વાઘાં પે’રી,
સદા અહીં જ
રમે સમય!

અમે વાદળ
આભ ઊડંતાં
ને તમે સરસર
સરતી, આંખ
આંજતી વીજ.

સ્મિત-રૂદન
કરી શકું છું.
હૈયા-હિલોળે
પ્રેમકરી શકું છું.
માણસ છું હું

પ્રેમ એટલે
તમ હૈયામાં
ભૂસકો મારી, વ્હાલા!
છબછબિયાં-
ની મઝા, મઝા!
-
પ્રેમ એટલે
ખળખળતું
કો’ ઝરણું વહેતું
જીવન કેરા
સહરા માંહે!


NameIQBAL GULAM BHUTA
Date2009-06-21
Locationclick picture for more information
Messageસાથીઓ બદલ્યા કરે

સાથીઓ બદલ્યા કરે જે ડેંન્સ માં.
એ ભમરડી શું રહે બેલેંસ મા

પ્રેમ પણ વેચાય પાઉંડ પેંન્સ માં,
કેમ આવે મારી કોમન સેંન્સ માં.

કેમ જામે મેળ એ જોડીનો હવે,
હિન્દ મા મીસ્ટર મીસીસ એથેંન્સ મા.

માંગનારા ની નજર બચાવવા,
છ્ત્રીને આગળ ધરી ડીફેંન્સમા.

એમની જાતિ કરો નક્કી હવે,
બેસી રહે ભરાય જે વીમેંન્સ માં.

_ જનાબ આઈ.ડી.બેકાર.રાંદેર ,ખાનપુરી(મર્હુમ)


NameIQNAL GULAM BHUTA
Date2009-06-21
Locationclick picture for more information
Messageઆ શહેરમાં જાણે કે બીજી છોકરી નથી


છે તોર એનો એવો કોઈની પડી નથી

આ શહેરમાં જાણે કે બીજી છોકરી નથી

અધ્ધર ઉપાડી કોઈએ સપનામાં એકવાર

બસ ત્યારથી ધરતી ઉપર પગ મૂકતી નથી

પ્રતિબિંબ પણ કોઈનું એમાં હોવું જોઈએ

એ કાચની તકતી જ ફકત આરસી નથી

એ હોઠ શું જે હોઠ પર ના હોય તારું નામ

એ આંખ શું જે આંખમાં તારી છબી નથી

એણે તેં કેટલી તો ફટાવી દીધી ’અદમ’

કે આ ગઝલ કોઈને હવે ગાંઠતી નથી

- અદમ ટંકારવી


NameIQBAL GULAM BHUTA
Date2009-06-21
Locationclick picture for more information
Messageહાઈકુ
ટપકે આંસું,
બને દરિયો ખારો-
મને ના ગમે.

હું લખ્યા કરું,
તમે છુપાવ્યા કરો-
એ થોડું ચાલે?

તારી ઝુલ્ફોં
કાળું વાદળ,તારો
ચહેરો ચાંદ.

આંખે બાવળ,
હૈયે ઉઝરડાં, એ
ઉગાડી ગયો!

ઉર્મિતોફાન-
હૈયાનો કાંઠો તોડી,
ઉમટી પડ્યું.

મારી હેતનું
નાજુક ફુલ, તારું
હૈયું પથ્થર!

નયન દ્વારે
આંસું વહેતાં,એ છે
કેવો નિર્લજ્જ.

પ્રેમનું બીજ
વાવી, મેં પાક લણ્યો
બેવફાઈનો.

દીપ્તિ પટેલ ‘શમા’


NameAnwar Khandhia
Date2009-06-21
Locationclick picture for more information
MessageIqbal bhai,
More HAIKU,please....


Page 7 of 26 << First < 4 5 6 7 8 9 10 > Last >>

This free guestbook is provided by UltraGuest.com