| Message | [1] અતિ પ્રેમી ને બહુ ઋણી, જેને વેર ઘણાંય, સુખે ન સૂએ કોઈ દી, તે તો ત્રણ જણાય.
[2] અવેજ ખોયો આવશે, ગયાં મળે છે ગામ, ગયો ન અવસર આવશે, ગયું મળે ના નામ.
[3] આભ નહિ નિર્મળ સદા, જીવન નહિ વણકલેશ, પણ તેનો ધારીએ નહિ, વિષાદ ઉરમાં લેશ
[4] ઉત્તમ સૌથી આબરૂ, સજ્જન કેરો સાથ, લજ્જા ગઈ જો લાખની, ફરી ન આવે હાથ.
[5] એકલ દેતા દાન જે, એકલ ઝૂઝે જંગ, એકલ જગનિંદા સહે, એ મર્દોને રંગ (‘શેષ’)
[6] કડવાબોલો શેઠિયો, જૂઠાબોલી નાર, નિત્યજમાઈ પરોણલા, એતા માથે ભાર.
[7] અહિમુખ બિંદુ વિષ થયું, કેળે થયું કપૂર, છીપે જળ મોતી થયું, સંગતનાં ફળ શૂર |