| Message | પ્રેમ એટલે…
જ્યારે પાંખો વગર ઊડી શકાય, જ્યારે હલેસાં વગર પણ નાવ હંકારાય,
પ્રેમ એટલે… ફક્ત કળી નહીં પણ કાંટાંમાંથી ય સુગંધ આવે, માત્ર દુઃખ નહીં, પણ સુખ પણ આંસું લાવે.
પ્રેમ એટલે… સામાજિક સંકુચિતતા એક ઝાટકે તોડે, લાગણીઓના પૂરમાં મન પૂર હડપે દોડે.
પ્રેમ એટલે… સતત સાન્નિધ્ય નહીં પણ ક્ષણભરનો મિલાપ, શબ્દો નહીં પણ દિલથી ગવાતો આલાપ.
પ્રેમ એટલે… આંખોની અરમેલી, હોઠોનાં હાવભાવની કથા, મનગમતી મુશ્કેલી, સર્વસ્વ સોંપ્યાની પ્રથા.
પ્રેમ એટલે… પાગલપન અને પવિત્રતાનો સુંદર સંગ્ગમ, રહે અમર, કરે પ્રેમ ગુંજન એવું ‘વિહંગ’
-વિહંગ |