| Message | હાઈકુ
[1] પલળવાનાં સ્વપ્નમાં, કોરી રહી ગઈ જિંદગી.
[2] ખેંચી પણછ ઈચ્છાનાં ફળને મેં વીંધી જ નાખ્યું.
[3] લૂંછી લો આંસુ હવા જો લાગશે તો સૂકાઈ જશે.
[4] મમ એકાંત કોરી ભીંત, આવો ને થૈ ફ્રેમ તમે !
[5] ખોબો ભરીને પીવા મળ્યું, દરિયો મળ્યો, ડૂબવા.
[6] ફફડાટને ઉરમાં સમાવું, ત્યાં તોફાન આવે.
[7] સંબંધોનાં કૈં અરણ્યો જોયાં, ક્યાંય ન દેખી છાયા.
[8] પીગળી જવું સમયના અંધારે સવાર થાશે.
[9] અમે એકાંત – - સાગરે, ટાપુ થઈ જીવીએ છીએ.
[10] પ્રસ્તાવના શું લખે આંસુની, ઉર કોરું કટ્ટ ત્યાં ! |