MyTankaria...Bringing Community Closer
Sign Guestbook   Back to MyTankaria

NameIQBAL GULAM BHUTA
Date2009-07-07
Locationclick picture for more information
Messageખુદાની મને મહેરબાની ઘણી છે

ખુદાની મને મહેરબાની ઘણી છે
ઘણાની મહોબ્બત અને લાગણી છે

અમસ્તી નથી નામના થઈ અમારી
અમે વાવણી જે કરી, તે લણી છે

બધે પેશ આવ્યા અમે લાગણીથી
અમે લાગણી લોહી સાથે વણી છે

ધરા ધ્રુજશે તોય પડશે નહીં એ
મહોબ્બતની ઊંચી ઈમારત ચણી છે

મને એવા ‘આઝાદ’ મિત્રો મળ્યા છે
જે મિત્રો નથી કિન્તુ પારસમણી છે

કુતુબ આઝાદ
આલ્બમ: આલાપ


NameIQBAL GULAM BHUTA
Date2009-07-07
Locationclick picture for more information
Messageમારા જખમ ને દર્દમાં

મારા જખમ ને દર્દમાં કુદરતનો ભાગ છે
કે ચાંદમાં છે દાગ ને સુરજમાં આગ છે

કહે છે કે શ્રેષ્ઠ સ્થાન પ્રણયમાં છે ત્યાગનું
એ સત્ય હો તો જાઓ, તમારોયે ત્યાગ છે

મહેકી રહી છે એમ મુહોબ્બત કલંક થઇ
જીવનના વસ્ત્ર પર કોઇ અત્તરનો દાગ છે

'બેફામ' તારી પ્યાસને નથી કોઇ જાણતુ
ને સૌ કહે છે પ્રેમના પાણી અથાગ છે

બરકત વિરાણી ‘બેફામ’
આલ્બમ :લાગણી


NameIQBAL GULAM BHUTA
Date2009-07-07
Locationclick picture for more information
Messageરહેશે અમને મારી મુસીબતની દશા યાદ
બીજા તો બધાં ઠીક છે આવ્યો ન ખુદા યાદ

મુજ હાસ્યને ભલે દુનિયા દિવાનગી સમજે
ક્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ

જાહીદ મને સહેવા દે તબાહીભર્યાં સદમા
મસજિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ

મન દઈને ‘મરીઝ’ હવે કંઈ પણ નથી કહેતા
સૌ મારા ગુનાહોની મને રહેશે સજા યાદ

‘મરીઝ’


NameIQBAL GULAM BHUTA
Date2009-07-07
Locationclick picture for more information
Messageતરછોડ્યો જ્યારે આપે

તરછોડ્યો જ્યારે આપે, હસવાનું મન થયું;
બોલાવ્યો જ્યારે પાછો, રડવાનું મન થયું.
તરછોડ્યો જ્યારે આપે.....

ખોળામાં જ્યારે કોઇના, માથું મૂકી દીધું.
સોગંદ જીવનના, ત્યાં ને ત્યાં મરવાનું મન થયું.
બોલાવ્યો જ્યારે પાછો.....

દિલને મળ્યું જે દર્દ, એ ઓછું પડ્યું હશે;
નહીંતર, ફરી કાં આપને મળવાનું મન થયું.
બોલાવ્યો જ્યારે પાછો.....

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઇએ;
નહીંતર, કાં એની લાશને તરવાનું મન થયું.
બોલાવ્યો જ્યારે પાછો.....

‘અમર’ પાલનપુરી


NameIQBAL GULAM BHUTA
Date2009-07-07
Locationclick picture for more information
Message“હતી દૃષ્ટિ પરંતુ એમાં કંઈ રંગીનતા નો’તી,
હૃદય શું છે મને એ વાતની કંઈ કલ્પના નો’તી,
તમારા સમ તમે આવ્યા જીવનમાં એની પહેલાં તો
પરીઓની કથાઓ પર, જરાયે આસ્થા નો’તી.”
- સૈફ પાલનપુરી


NameIQBAL GULAM BHUTA
Date2009-07-07
Locationclick picture for more information
Messageકરશો તમે સિતમ અમે આંસુ વહાવશું

પથ્થરતણાં જવાબમાં મોતી લૂંટાવશું

આવો, અમે કશામાં કમી કૈં ન લાવશું

મોતીની શી વિસાત છે ? જીવન લૂટાવશું

ગુણ નમ્રતાનો છે, તે ભલા ક્યાં છુપાવશું ?

એ માનશે નહીં,તો અમે મન મનાવશું

અમને અમારા મૃત્યુનું કૈં દુઃખ નથી, છતાં

દુઃખ એ જરુર છે કે તને યાદ આવશુ !!

અમને ભલે. તમારી છબી પણ નહિ મળે

ગઝલો તમારા જેટલી સુંદર બનાવશું

આ જિંન્દગી તો એક ઘડી થોભતી નથી

કોને ખબર કે ક્યારે તને યાદ આવશું ?

'આસિમ’ કરો ન આમ શિકાયત નસીબની

રુઠી જશે તો બીજો ખુદા ક્યાંથી લાવશું

-આસીમ રાંદેરી


NameIQBAL GULAM BHUTA
Date2009-07-07
Locationclick picture for more information
Messageજુદો છે-

માણસનો દેખાવ જુદો છે

માણસનો વર્તાવ જુદો છે

ઉપરથી દેખાય છે સુંદર

અંદરથી અએ સાવ જુદો છે

મીઠી મીઠી વાત કરે છે

કિન્તુ પાછળ દાવ જુદો છે

કોઈ દિવસ પણ રુઝાશે નહિ,

જીવ કરે એ ઘાવ જુદો છે

નક્કી આજે છેતરી લેશે,

હાવ જુદો છે હાવ જુદો છે

મરતાં ને મર નહિ કહું હું,

હા, મારો સ્વભાવ જુદો છે

હસતાં હસતાં જીવી જાઓ,

જીવન કેરો લ્હાવ જુદો છે.

-કુતુબ ‘આઝાદ’


NameIQBAL GULAM BHUTA
Date2009-07-07
Locationclick picture for more information
Messageબલેકબર્ન હઝલ
આ ટાઉનનું નામ બલેકબર્ન
એક નહિં પણ એકાવન,
ભરુચીઓનું થાય દર્શન
લેંઘા જેવું ઢીલું જીવન,
કફનીનું તૂટેલું બટન.
પોત્રો ફિશ એન્ડ ચિપ્સ લાવે,
દાદાને તો ભજિયા ભાવે.
ત્યારે ભરુચને યાદ કરું છું.
શાદીની જો સિઝન આવે,
ભરુચીઓ મહેફિલ જમાવે,
સૂરતી નાન ખટાય બનાવે.
બાબરભાઈને ગાંઠિયા ભાવે,
દશ પેનીના લઈને આવે.
જેક સ્ટ્રો પણ અહિયાં ફરતાં,
પટેલને જોઈ હલ્લો કરતાં.
બલેકબર્નમાં આ સૂફી ફરે છે,
ટાંટિયા એના ભજન કરે છે.
દુકાનમાં જઈ તડબૂચ ચાખે,
ડોર હંમેશા ખુલ્લાં રાખે.
અહીં ઘરોમાં તાલિમ થાય,
‘સૂફી’ અહિયાં ધાંધલ થાય,
બલેકબર્ન યુ.કે. માં પંકાય.
-સુફી મનુબરી, બોલ્ટન


NameIQBAL GULAM BHUTA
Date2009-07-07
Locationclick picture for more information
Messageતમે મૂસ્કાન દઈ બેઠા –બાબુ પટેલ

મળી આંખે, જરા આંખો અને મસ્તાન થઈ બેઠાં

નયનના એક પલકારે તમે મૂસ્કાન દઈ બેઠા


ભરી રંગો ધરા પર પાનખરના પાન થઈ બેઠા

ખરી ને એજ ધરતી પર તમે કુરબાની દઈ બેઠા


અમે કેવા હતા કોના હતા એ વાત ના જાણી

અવાચક બંધ હોઠો ને તમે પરવાન દઈ બેઠા


તમારી વાતના આંસુ સરી સુકા પડ્યાં ત્યારે

મળ્યાં બે બુંદ સામેથી તમે સન્માન દઈ બેઠા


બધી વાતો નકામી બસ ફગાવી દઈ જમાનાની

અજાણ્યા લોકમા આવી તમે દિલ દાન દઈ બેઠાં


વસંતોને વધાવી બાગમાં ફોરમ નિતારી ને

સમાવી પવન ને શ્વાસે તમે એક તાન દઈ બેઠા

–બાબુ પટેલ


NameIQBAL GULAM BHUTA
Date2009-07-02
Locationclick picture for more information
Messageહાથ આવ્યું હતુ હરણ છૂટ્યું

હાથ આવ્યું હતુ હરણ છૂટ્યું,
હાય! મારું એ બાળપણ છૂટ્યું!

એમનું પણ હવે શરણ છૂટ્યું,
જિન્દગી છૂટી કે મરણ છૂટ્યું!

પગથી છૂટી જવાની પગદંડી,
એમનું જો કદી રટણ છૂટ્યું!

મદભરી આંખ એમની જોતાં,
છૂટી ન વાણી ન વ્યાકરણ છૂટ્યું!

કોઈની આશને ઘરણ લાગ્યું,
કોઈની આશનું ઘરણ છુટ્યું!

પણ હતું – એમનાથી નહીં બોલું,
મોતની બાદ પણ ન પણ છૂટ્યું.

સ્વપ્નમાં એમનાથી રસ-મસ્તી,
નીંદ છૂટી ન જાગરણ છૂટ્યું!

એમનાં પગ પખાળવા કાજે,
આંખથી ફૂટીને ઝરણ છૂટ્યું.

તું અને પાર પામશે એનો?
બુધ્ધિ, તારું ન ગાંડપણ ન છૂટ્યું.

કોણ ‘શયદા’ મને દિલાસો દે!
ચાલ, તારું જીવન-મરણ છૂટ્યું.

- ‘શયદા’


Page 3 of 26 < 1 2 3 4 5 6 > Last >>

This free guestbook is provided by UltraGuest.com