MyTankaria...Bringing Community Closer
Sign Guestbook   Back to MyTankaria

NameIQBAL GULAM TALAATI BHUTAWALA
Date2008-07-14
Locationclick picture for more information
Messageગુજરાત ટુડે માં થી....
બોમ્બે પટેલ વેલ્ફેર સોસાયટી (મુંબઈ)તરફ થી ભરુચ જિલ્લાના અને હાલ મુંબઇ ત્થા દેશના ગમેતે ભાગમાં સ્થાયી થયેલા મુસ્લીમ વ્હોરા પટેલ વિદ્યાર્થીઓને કે જેઓ એચ.એસ.સી માં ૭૦% કે તેથી વધુ માર્ક્સ પ્રાપ્ત કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ કરતા હોઇ કે ઉચ્ચ અભ્યાસ માટે જવા માંગતા હોઇ તેવા વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે સ્કોલરશીપ આપવામાં આવશે.આ માટે ફોર્મ મેળવવા પોતાના નામ સરનામા સહિતનું જરૂરી ટિકિટ ચોંટાડેલ કવર સંસ્થાના સરનામે મોકલવું અથવા રૂબરૂ સંપર્ક કરવો. ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૩૧/૮/૨૦૦૮ છે.

કેનેડાથી ઇકબાલ ભુતા...તારીખ..૧૪.૦૭.૨ ૦૮


NameIQBAL GULAM BHUTAWALA
Date2008-07-09
Locationclick picture for more information
Messageએવો કોઇ દિલદાર

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે ;
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે !

શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

વાતોની કલા લ્યે કોઇ પ્રેમીથી તમારા,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.

છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

મરીઝ


NameIQBAL GULAM TALAATI BHUTAWALA
Date2008-06-20
Locationclick picture for more information
Messageબસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું,મને એ ચિતાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતા નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

કવિઃ મરીઝ


Namehussain
Date2008-06-17
Locationclick picture for more information
Messagehi,this good request rore tankaria.
pleas,
enclose your latest naews on your website about your village.
i hope you don't get it wrong
smilie


NameIQBAL GULAM TALAATI BHUTAWALA
Date2008-06-10
Locationclick picture for more information
Messageકોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીંપે ટીંપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગનાં પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે

સૈફ’ પાલનપુરી


NameIQBAL GULAM BHUTAWALA
Date2008-06-05
Locationclick picture for more information
Messageએટલી નમ્રતા ન સ્વીકારો કે લોકો તમારા શિરપર ચઢી જાય.


NameIQBAL GULAM TALAATI BHUTAWALA
Date2008-05-29
Locationclick picture for more information
Messageભાષા ભવન_ અદમ ટંકારવી
(ગઝલ સોનેટ)"
એના પાયામાં પડી બારાખડી
ચોસલાથી શબ્દનાં ભીંતો ચણી
એક તત્સમ બારણું પ્રવેશનું
સાત ક્રિયાપદની બારી ઊઘડી
ભોંય તળિયે પાથર્યા વિરામ ચિન્હ
ને અનુસ્વારોનાં નળિયાં છાપરે
ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી
ભાવ વાચક નામ મૂક્યું ઉંબરે
થઇ ધજા ફરક્યું ત્યાં સર્વનામ તું
ટોડલે નામોનાં દીવ અ ઝળ હળ્યા
સથિયા કેવળ પ્રયોગી આંગણે
રેશમી પદડા વિશેષણના હલ્યા
જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો
ત્યાં જ આ પત્તનો મહેલ ઉડી ગયો
(રિઝામણુ_ 43 ના સૌજન્યથી)


NameIQBAL GULAM BHUWALA
Date2008-05-26
Locationclick picture for more information
Messageજીવન ની સમીસાંજે મારે
જ્ખ્મોની યાદી જોવી'તી
બહુ ઓછા પાનાં જોઇ શક્યો,
બહુ અંગત અંગત નામ હતાં.

-સૈફ પાલનપુરી


NameIQBAL GULAM BHUTAWALA
Date2008-05-20
Locationclick picture for more information
Message# “રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.”

# ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું?
નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”

# ” આ બધા ‘ બેફામ’ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.”

# “ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.”

” તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઇને
જગત સામે જ ઊભેલું હતું દર્દો નવા લઇને.”

-BEFAAM


NameIQBAL GULAM TALAATI BHUTAWALA
Date2008-05-20
Locationclick picture for more information
Message“ એવું સાચું ન બોલવું કે જેને સાબિત કરવા માટે બસો સાક્ષીઓ લાવવા પડે”


Page 23 of 26 << First < 20 21 22 23 24 25 26 > 

This free guestbook is provided by UltraGuest.com