MyTankaria...Bringing Community Closer
Sign Guestbook   Back to MyTankaria

NameIQBAL GULAM TALAATI BHUTAWALA
Date2008-08-12
Locationclick picture for more information
Messageઅમને તો મહોબ્બત છે પછી તારી જે મરજી
ટપલી કે તમાચો હો અમે ગાલ ધર્યો, લે !
મરીઝ

શોકનો માર્યો તો મરશે ન તમારો ‘ઘાયલ’
હર્ષનો માર્યો મરી જાય તો કહેવાય નહીં !
અમૃત ‘ઘાયલ’

અમારા દોસ્તનો જરા આ પ્યાર જોઈ લો,
જનાજો નીકળ્યો ત્યારે દિલાસો આપવા આવ્યા !
આશિત હૈદરાબાદી

વિતાવી મેં વિરહની રાત તારાં સ્વપ્ન જોઈને,
કરૂં શું મારી પાસે એક પણ તારી છબી નહોતી !
બરકત વિરાણી ‘બેફામ’

સહન કરેલ તમાચા સમાજના છે ‘અમીન’
અમારા ગાલ ફક્ત કુદરતી જ લાલ નથી !
‘અમીન’ આઝાદ

યુવાની ગઈ છતાં પણ એ જીવન – શણગાર લાગે છે,
કળી કરમાઈ ગઈ છે, તો ય ખુશબૂદાર લાગે છે !
આસિમ રાંદેરી


NameAnwar Khandhia
Date2008-08-10
Locationclick picture for more information
MessageI like Kakasab.com
Thanx to Jamsab


NameIQBAL GULAM TALAATI BHUTAWALA
Date2008-08-05
Locationclick picture for more information
Messageparvardigaar-e-alam tera hi hai sahaara,
tere siwan jahaan me, koi nahin humaara.

nooh ka safina tune, toofan se bachaya,
duniya me tu humesha, bandon ke kaam aaya.

maangi khalil ne jab, tujhse dua khudaya,
aatish ko tune fauran, ek gulsitan banaya .

har ilteja ne teri, rehmat ko hai ubhaara,
parvardigaar-e-aalam.. tera hi hai sahaara.

younus ko tune machhli, ke pet se nikaala,
tune hi mushkilon me, ayub ko sambhaala.

ilyaas par karam ka, tune kiya ujaala,
hai do jahaan me ya rab, tera hi bol-baala.

tune sada ilaahi, bigri ko hai sanwaara,
parvardigaar-e-aalam. tera hi hai sahaara,

yousuf ko tune maula, di quaid se rihaai.
yaaqub ko dubaara, shakl-e-pisar dikhaai,

behti hui nadi me, moosa ki raah banaai.
tune saleeb par bhi, isa ki jaan bachaai,

daata tere karam ka, koi nahin kinaara,
parvardigaar-e-aalam, tera hi hai sahaara,
tere siwa jahaan me, koi nahin humaara.


MOHMED RAFI.HATIMTAI.


NameIQBAL GULAM TALAATI BHUTAWALA
Date2008-08-04
Locationclick picture for more information
Messageજિંદગીનો એ જ સાચેસાચ પડઘો છે ‘ગની’
હોય ના વ્યક્તિને એનું નામ બોલાયા કરે !
– ગની દહીંવાલા

એ નિશાની છે ખલીલ એક મિત્રની,
એટલે એ ડાઘ મેં ધોયો નથી !
– ખલીલ ધનતેજવી


NameIQBAL GULAM TALAATI BHUTAWALA
Date2008-08-04
Locationclick picture for more information
Messageજીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો;
ઓ મુસીબત ! એટલી ઝિંદા-દિલીને દાદ દે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો !

- ‘જિગર’

કોઈનાં ભીનાં પગલાં થાશે એવો એક વર્તારો છે,
સ્મિત અને આંસુ બન્નેમાંથી જોઈએ કોનો વારો છે ?

- સૈફ પાલનપુરી


Namejamsab
Date2008-08-04
Locationclick picture for more information
Messageગુજરાતી વાંચકોની વેબસાઈટ કે બ્લોગ્સના એડ્રસ યાદ ન રાખવા હોય તો ગુજરાતી નેટ જગતમાંથી મળી શકશે. આ સીવાય ગુજરાતી ટુલબાર પણ છે, જેમાં આ ટાઈપીંગ ટુલની લીન્ક હાથવગી કરી આપવામાં આવેલ છે, આ ટુલબાર તમને અહિયાંથી મળી શકશે. www kakasab dot com/blog/downloads


NameIQBAL GULAM TALAATI BHUTAWALA
Date2008-07-23
Locationclick picture for more information
Messageઅટકળોનો દરિયો –જનાબ અઝીઝ ટંકારવી સાહેબ

વ્યર્થતામાં એટલા ખૂંપી ગયા,
તથ્યતાની આંગળી ચૂકી ગયા.

સાચવી છે એક ચંચળ પળ અમે,
કાફલા યુગના ભલે છૂટી ગયા.

આંગળી છૂટી તમારી એ પછી –
વાલિયાના વારસો લૂંટી ગયા.

એક પંખી ઝાડ પર બેઠું અને –
ડાળને ટહુકા વળી ફૂટી ગયા.

ને પવન ભોઠો પડી પાછો ફર્યો,
ફૂલ સૌ, ભમરા બધા ચૂંટી ગયા.

સુખ અહીં અટકળનો દરિયો છે ‘અઝીઝ’,
આપણે પણ એ મહીં ડૂબી ગયા.

-અઝીઝ ટંકારવી


NameIQBAL GULAM BHUTAWALA
Date2008-07-19
Locationclick picture for more information
Messageજલન માતરી...ખુદા પણ હશે

હશે સત્ય પણ,કલ્પના પણ હશે,
ખુદા શબ્દ છે તો,ખુદા પણ હશે.

નરક-સ્વર્ગ જેવી જગા પણ હશે,
સજા પણ હશે ને મજા પણ હશે.

અગર મોક્ષ મળશે જો ત્યાં તો પછી,
સુરા પણ હશે,અપ્સરા પણ હશે.

કયામતમાં ઈન્સાફ થાશે પછી,
હશે ક્રૂરતા પણ,દયા પણ હશે.

મટે કેમ ના રોગ,શોધો ભલા,
જો પીડા હશે તો દવા પણ હશે.

કયામતની રાહ એટલે જોઉં છું,
કે ત્યાં તો મારી મા પણ હશે.

-જલન માતરી


NameIQBAL GULAM BHUTAWALA
Date2008-07-19
Locationclick picture for more information
Messageજનાબ અદમ ટંકારવી સાહેબ...ખયાલ ન કર

નફા ને ખોટનો ખયાલ ન કર,
ફકીર સાથે ભાવતાલ ન કર.

કોક બીજું ય વસે છે અહીંયાં,
અહીંયાં તું આટલી ધમાલ ન કર.

કેમકે તું નથી તારી મિલકત,
દોસ્ત તારામાં ગોલમાલ ન કર.

તું નથી જાણતો ક્યાં જાય છે તું,
આટલી તેજ તારી ચાલ ન કર.

લોક માલિકને ભુલી બેસે,
સંત તું એટલી કમાલ ન કર.

--અદમ ટંકારવી


NameIQBAL GULAM BHUTAWALA
Date2008-07-19
Locationclick picture for more information
Messageખલીલ ધનતેજવી...નથી ગમતું મને

બોલવા ટાણે જ ચૂપ રહેવું નથી ગમતું મને,
પણ બધાની રૂબરૂ કહેવું નથી ગમતું મને.

એકલો ભટકયા કરું છું,એનુ કારણ એજ છે,
ઘરની વચ્ચે એક્લું રહેવું નથી ગમતું મને.

આંખમાં આવીને પાછા જાય એનુ મુલ્ય છે,
આંસુઓનું આ રીતે વહેવું નથી ગમતું મને.

આમ તો કૂદી પડુ છું હું પરાઈ આગમાં,
મારું પોતાનું જ દુઃખ સહેવું નથી ગમતું મને.

મિત્ર અથવા શત્રુઓની વાત રહેવા દે ખલીલ,
એ વિશે તો કાંઈ પણ કહેવું નથી ગમતું મને.

-ખલીલ ધનતેજવી


Page 22 of 26 << First < 19 20 21 22 23 24 25 > Last >>

This free guestbook is provided by UltraGuest.com