MyTankaria...Bringing Community Closer
Sign Guestbook   Back to MyTankaria

NameIQBAL GULAM BHUTA
Date2009-08-25
Locationclick picture for more information
Messageઅસ્સલામુ અલઇકુમ (વ.વ.)
"તમારો સંદેશ" ના તમામ વાંચકો ને મારા તરફ થી રમઝાન મુબારક હો.અલ્લાહ પાક તમામ ને રોજાઓ રાખવામાં આસાની ફરમાવે,ઇબાદતો ને કબુલ ફરમાવે.આમિન. અલ્લાહ હાફેઝ.


NameIQBAL BHUTA
Date2009-08-13
Locationclick picture for more information
Messagehaikoo....

"જબરા તારા લટકા મટકા
મારા દિલ ને લાગે ઝટકા
તારે હર નખરે મુજ તન ને
સો સો કીડી ભરતી ચટકા!"


NameIQBAL GULAM BHUTA
Date2009-08-11
Locationclick picture for more information
Messageદોરી-ગાગરનો પ્રેમ

દોરી-ગાગરના પ્રેમની વાતો ના એ કોઇએ જાણી,
લઈ દોરી ને ગાગર ગોરી જળ કુવે ભરવા ચાલી

ના ડુબે તો ધડ પછાડી ગાગર કુવામાં ડુબાડી
આંસુડા પાડે કંઇ દોરી ગાગર શાને આપત્તિ ભારી?

ધીરે રહીને નીકળી ગાગર પાણીથી છલકાતી
કુવા ઘાટે બેઠો મુસાફર તરસ્યો થાક્યો ભારી

ખોબો ભરીને પાણી પીતો, મલકતું ગાગર ભારી
આશીષ દેતો તરસ્યો મુસાફર ગાગર કહે સુણ દોરી

દોરી વહાલી જીવતર આખું રહીશું હાથ હાથમાં ઝાલી
જીવતાં જીવતાં ભરીએ દલડાં સૌના સંતોષે ભારી !


NameIQBAL GULAM BHUTA
Date2009-07-19
Locationclick picture for more information
Messageપરિચય

મોંઘો પરિચય મળવો મુશ્કેલ
નેટ ની આ દુનિયા માં
સાચો પરિચય ખોળવો મુશ્કેલ
વિશ્વાસ વગર મળવો એ મુશ્કેલ
હળવાશ વગર ની આ દુનિયામાં
કયાંથી મળશે સાચો પરિચય
નિખાલસતા વગર પરિચય ક્યાંથી
પરિચય વગર મૈત્રી ક્યાંથી
મૈત્રી વગર આત્મીયતા ક્યાંથી
પરિચય વગર ન રહે આ જીવન ‘જીવન’
મારામાં જ હું શોધું છું મને
મળ્યાં પછી હું આપું સાચો પરિચય


NameIQBAL GULAM BHUTA
Date2009-07-17
Locationclick picture for more information
Messageઆંખમાં ખુમાર પણ દીધો મને
દિલમાં એનો પ્યાર પણ દીધો મને
સંકટોનો પહાડ તેં આપ્યા પછી
સબ્રનો આધાર પણ દીધો મને
પાંખ કાપીને પછી આ જાલિમે
આભનો વિસ્તાર પણ દીધો મને
ફૂલ મળ્યાતાં સતત જે હાથથી
એ જ હાથે ખાર પણ દીધો મને
સાવ જૂઠી વાત મને સમજાવવા
દુશ્મનોએ પ્યાર પણ દીધો મને
નફરતોની આગ ઠારવા,
પ્રેમ અનરાધાર પણ દીધો મને


NameIqbal Gulam Bhuta
Date2009-07-17
Locationclick picture for more information
Messageએક પરીક્ષા

હાથમાં કિતાબ રાખી, ચહેરો મારો વાંચતાં;
એમને જોયાં હતાં મેં, એક પરીક્ષા આપતાં.

પાસ કે નાપાસની, એ વાત નહોતી એટલે;
પાસપાસે બેસી રહ્યાં, દૂરનું કંઈ માપતાં.

દુનિયાને હરાવવાની, હોડમાં તમે હતાં;
લો અમે થાકી ગયા, પાછળ પાછળ આવતાં.

મુક્ત જો થવાય ‘સૂર’, ખુદના બંધન થકી;
જોર જરા પડશે નહીં, બીજું બંધન કાપતાં.

‘સૂર’


NameIQBAL GULAM BHUTA
Date2009-07-16
Locationclick picture for more information
Messageવાંચીને ઘેલુ લાગવાનો હતો એટલો જ હતો ફરક
કે અહીં જોરદાર શેરો લખી છે તેં આજે શમ્સ ફરત.

ભાઈ શમ્સ ફરતે બહુ જોરદાર પ્રયાસ કરીને પોતાની એન્ટ્રી કરી છે,ખુબ મજા આવી ગઈ.કોશિશ ચાલુ રાખી આ વિભાગ ને ચાલુ રાખવા વિનંતિ છે.આભાર. અલ્લાહ હાફેઝ.


Namesams farat
Date2009-07-16
Locationclick picture for more information
Messageaavse dodine(run) marva(meet) tane nadio(river)saame,
chhe sarat etli to samandar thai ja!


Namesams farat
Date2009-07-16
Locationclick picture for more information
Messagedookh ma chhu par sookh tane api saku chhu dost!
je jaad(tree)chhaya ape chhe te tadkama hoy chhe!


Namesams farat
Date2009-07-16
Locationclick picture for more information
Messagenoor kevar swet(white) chadar lai ne dunyathi gayo,
jindagi tere vivithh rango(cloure) thi sargari hati.


Page 2 of 26 < 1 2 3 4 5 > Last >>

This free guestbook is provided by UltraGuest.com